Vodafone

Vodafone CSR

રીબર્થ એજ્યુકેશન એન્ડ રીશર્ચ ફાઉન્ડેશન ના એક મિશનના ભાગ રૂપે, અમે સતત અમારી સેવાઓ વધારવા અને અમારા ભાગીદાર સંસ્થાઓને મહત્તમ લાભ અને સહાય પ્રદાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. વર્તમાન ઉદ્યોગની જરૂરિયાતો સાથે અમારા અભ્યાસક્રમને અપગ્રેડ કરવા અને વિદ્યાર્થીઓ અને ભાગીદાર સંસ્થાના કર્મચારીઓના ભણતરના સ્તરને સુધારવા માટે આપણે તેના નિયમિત પ્રયત્નો કરીએ છીએ જેથી તેઓ તેનો મહત્તમ લાભ દરેક ટ્રેનિંગ સેન્ટર મેળવી શકે.

આ મિશનના એક ભાગરૂપે રીબર્થ એજ્યુકેશન એક વોડાફોનનો CSR પ્રોગ્રામ લઈને આવે છે જેનું નામ છે "JAADU GINNI KA" વોડાફોનનો આ પ્રોગ્રામ બંને વિદ્યાર્થીઓ અને કાર્યકારી વ્યાવસાયિકોને નાણાકીય સાક્ષર બનવવામાં મદદરૂપ થાય છે. આ પ્રોગ્રામથી (યુવાનો અને પુખ્ત વયના લોકો) તેના જીવનને અસર કરવા માટે બેન્કિંગ સિસ્ટમનો ઉપયોગ કરી શકશે અને પૈસાનું વધુ સારું વ્યવસ્થાપન કરી આર્થિક રીતે રીતે સફળતા પ્રાપ્ત કરી શકશે. સહભાગીઓ સરકારના નાણાકીય કાર્યક્રમોનો લાભ પણ મેળવી શકશે.

ગુજરાત ના દરેક સ્કૂલો તેમજ કોલેજ કરતા વિદ્યાર્થીઓને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટે નાણાકીય વ્યવસ્થાપન કેવી  રીતે કરવું જેનું સચોટ માર્ગદર્શન પૂરું પાડવું.

સ્કૂલ, કોલેજ તથા NGO ના કોઈ પણ વ્યક્તિ આ સ્કીમનો લાભ લઇ શકે છે

ઉમર મર્યાદા :14 થી 20 વર્ષ

  • લાભાર્થીઓને (મહિલાઓ / યુવાનો અને પુખ્ત વયના લોકો) બેન્કિંગ સિસ્ટમનો ઉપયોગ કેવી રીતે કરવો જેથી પૈસાનું વધુ સારું વ્યવસ્થાપન કરી શકાય તેની જાણકારી પ્રાપ્ત થશે.
  • લાભાર્થીઓ ગવર્મેન્ટની નાણાકીય નીતિ અને તેનાથી મળતા લાભોથી અવગત થશે.
  • લાભાર્થી તેનું વ્યક્તિગત અને પારિવારિક નાણાકીય વ્યવસ્થાપન કરવા માટેનું આયોજન સરળતાથી કરી શકશે.
  • લાભાર્થી ટેક્નોલોજીના મહત્તમ સહયોગથી નાણાકીય વ્યવસ્થાપન કેવી રીતે કરવું તેની જાણકારી મેળવશે.
  • લાભાર્થી બેંકિંગ અને બચતની મૂળભૂત બાબતો, મોબાઇલ એકાઉન્ટ્સ અને ઇ-Wallets, રોકાણો, વીમા જેવી બાબતોથી અવગત થશે.

કોઈ પણ વિષયમાં સ્તાનક (3 વર્ષનો વ્યવસાયિક અનુભવ)

Certificate Course in Financial Literacy

તાલીમનો સમયગાળો ફક્ત 2 કલાક નો રહેશે જેનું સોફ્ટ મટેરીયલ રીબર્થ દ્વારા પૂરું પાડવામાં આવશે જેમાં પ્રોજેક્ટરથી વિદ્યાર્થીઓને તાલીમ આપવાની રહેશે જેમાં ટ્રેનર દ્વારા રોજબરોજની તાલીમના વિડીયો અને ફોટા સંસ્થામાં મોકલવાના રહેશે તેમજ આ સાથે વિદ્યાર્થીઓનો ડેટા પણ મોકલવાનો રહેશે જેના માટેના ફોરમેટ સંસ્થા દ્વારા તાલીમ સેન્ટરને પુરા પાડવામાં આવશે.