Free training course of Nursing (GDA) supported by NABARD and implemented by RERF at Kukarawada
નેશનલ બેંક ફોર એગ્રિકલચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ) બેંકના સહયોગથી રીબર્થ એજ્યુકેશન એન્ડ રિસર્ચ
ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ (નર્સિંગ) કોર્સની તાલીમ કુકરવાડા ખાતે શરૂ કરવામાં આવી, જેમાં આ શુભ પ્રસંગે મુખ્ય અતિથિ એવા નાબાર્ડ બેંક ના જનરલ મેનેજરશ્રી બી.કે.સિંઘલ, તથા નાબાર્ડ બેંક ના ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ મેનેજરશ્રી રાહુલ પાટીલ, બરોડા ગુજરાત ગ્રામીણ બેંક મહેસાણાના રીઝનલ મેનેજરશ્રી નટવરસિંહ વાઘેલા, પૂર્વ જીલ્લા આરોગ્ય ચેરમેનશ્રી ગોવિંદભાઈ પટેલ, ભાદરવી પૂનમ સંઘ સેવા ટ્રસ્ટ, અંબાજીના પ્રમુખશ્રી બી.કે પટેલ જેવા મહેમાનોની વિશેષ ઉપસ્થિતીમાં આ તાલીમ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી, આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ આર્થિક રીતે પછાત અને ઉચ્ચ શિક્ષણથી વંચિત રહી ગયેલી ૬૦ ગ્રામીણ યુવતીઓને નિશુલ્ક તાલીમ સાથે રોજગારી પૂરી પાડી સ્વનિર્ભર બનાવવાનો છે. આ કાર્યક્રમના અંતે દરેક વિદ્યાર્થીઓને આવેલા મુખ્ય અતિથિ દ્વારા કીટ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.