News

Kit Distribution at Patan under GULM Project

Kit Distribution at Patan under GULM Project

રિબર્થ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન દ્વારા તા.૦૪/૦૩/૨૦૨૧ ના રોજ પાટણ નગરપાલિકાના આંબેડકર ભવનમાં (DAY-NULM) ના કૌશલ્ય તાલીમ અને રોજગાર ઘટક અંતર્ગત ની:શુલ્ક તાલીમવર્ગોના ૨ કોર્ષ Auto Service Technician Level-3 અને FTCP ના કોર્ષ શરુ કરવામાં આવ્યા, જેમાં પ્રવેશ મેળવેલ તાલીમાર્થીઓને કીટ વિતરણ કાર્યક્રમ માનનીય ચીફ ઓફીસર સાહેબશ્રી ના વરદ હસ્તે કરવામાં આવેલ હતું.

આ પ્રસંગે પાટણ નગરપાલિકાના ચીફ ઓફીસરશ્રી પાંચાભાઈ માળી, પ્રોજેક્ટ મેનેજર અંજનાબેન તેમજ નગરપાલિકાના સ્ટાફગણ ભેમજીભાઈ, કિશોરભાઈ તથા કેલ્વીનભાઈ અને સંસ્થાના SPOC શ્રી સંકેતભાઈ આચાર્ય અને જેનીસભાઈ હાજર રહ્યા હતા જેમાં ચીફ ઓફીસર સાહેબશ્રી દ્વારા આ તાલીમવર્ગ કરવાથી મળતા લાભો અને ફાયદા વિષે તાલીમાર્થીઓને માહિતગાર કર્યા હતા અને આજના આ પેક્ટીકલ યુગમાં પેક્ટીકલ તાલીમનું મહત્વ કેટલું છે તે વિષે સમજાવ્યું આ પ્રસંગે તમામ તાલીમાર્થીઓ હાજર રહી આ પ્રસંગને ખુબજ સારી રીતે ઉજવ્યો હતો.

Whatsapp Facebook Twitter