CEDA EDP Training At Kuvasana
Dr APJ Abdul Kalam National Institute for Skill Development promoted by RERF India
સમાજ સુરક્ષા ખાતું, ગુજરાત સરકાર, ગુજરાત રાજ્ય વિકલાંગ (દિવ્યાંગ) નાણાં અને વિકાસ નિગમ તથા #સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન ખાતે સ્થાપવામાં આવેલ દિવ્યાંગજન સશક્તિકરણ કેન્દ્ર (#CEDA) દ્વારા આઝાદી કા અમૃતમહોત્સવ અંતર્ગત #રિબર્થ એજ્યુકેશન અને રીસર્ચ ફાઉન્ડેશન, #વિસનગર સંસ્થાના સહયોગથી તા: ૧૨/૦૯/૨૦૨૨ થી ૧૪/૦૯/૨૦૨૨, સ્થળ- વિસનગર(કુવાસણા), તાલુકો- વિસનગર, જિલ્લો - મહેસાણા ખાતે ઉદ્યોગસાહસિકતા અભિગમ કાર્યક્રમ(EOP) વિષય પર ત્રણ દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૩૦ દિવ્યાંગજનોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દિવ્યાંગજનો આર્થિક અને સામાજીક રીતે આત્મનિર્ભર બને અને તેમનો સર્વાંગી વિકાસ થાય. જેમાં અતિથિ તરીકે ઉત્તર #ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ , વિસનગર ના મંત્રીશ્રી સુરેખાબેન પટેલ તેમજ મહિલા ઉત્કર્ષ મંડળના પ્રમુખશ્રી અલ્કાબેન દરજી અને મંત્રીશ્રી તેજસભાઈ દરજી હાજર રહ્યા હતા અને આ તાલીમી કાર્યકમ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે.