CEDA Entrepreneurship Development Program At Vadnagar
Dr APJ Abdul Kalam National Institute for Skill Development promoted by RERF India
સમાજ સુરક્ષા ખાતું, ગુજરાત સરકાર, ગુજરાત રાજ્ય વિકલાંગ (દિવ્યાંગ) નાણાં અને વિકાસ નિગમ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન ખાતે સ્થાપવામાં આવેલ દિવ્યાંગજન સશક્તિકરણ કેન્દ્ર (CEDA) દ્વારા રિબર્થ એજ્યુકેશન અને રીસર્ચ ફાઉન્ડેશન, વિસનગર સંસ્થાના સહયોગથી સ્થળ- વડનગર તાલુકો- વડનગર, જિલ્લો -મહેસાણા ખાતે ઉદ્યોગસાહસિકતા જાગૃતિ કાર્યક્રમ વિષય પર એક દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૪૦ દિવ્યાંગજનોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દિવ્યાંગજનો આર્થિક અને સામાજીક રીતે આત્મનિર્ભર બને અને તેમનો સર્વાંગી વિકાસ થાય. જેમાં અતિથિ તરીકે મહાશક્તિ વિકલાંગ કલ્યાણ સંધ, વડનગરના મંત્રીશ્રી હિતેષભાઈ ખત્રી તેમજ મહિલા ઉત્કર્ષ મંડળ ટ્રસ્ટ, પાટણના સંચાલક તેજસભાઈ દરજી હાજર રહ્યા હતા અને આ તાલીમી કાર્યકમ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે.