Activity

Gujarat Skill Development Mission's Skill Training Scheme Employment Recruitment Fair Successfully Organized by Rebirth Education.

Gujarat Skill Development Mission's Skill Training Scheme Employment Recruitment Fair Successfully Organized By Rebirth Education.

Dr APJ Abdul Kalam National Institute for Skill Development promoted by RERF India

રીબર્થ એજ્યુકેશન દ્વારા ગુજરાત સ્કીલ ડેવલોપમેન્ટ મિશનના કૌશલ્ય તાલીમ યોજના રોજગાર ભરતીમેળાનું સફળ આયોજન.

કોમ્પ્યુટર ઓપરેટર, ટેકનીશીયન, રીસેપ્ટનીસ્ટ, એકાઉન્ટન્ટ સહીતની ભરતી માટેનું આયોજન વિસનગર આઈ.ટી.આઈ. ના શ્રી આઈ. જે. ચૌહાણ સાહેબ (આસીસ્ટંટ એપ્રેન્ટીસ એડવાઈઝર) ના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો.

રીબર્થ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન, વિસનગર સંસ્થા દ્વારા ગુજરાત સ્કીલ ડેવલોપમેન્ટ મિશનના સહયોગથી રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ. જેમાં જુદા જુદા ક્ષેત્રમાંથી આશરે ૧૦ જેટલી કંપનીઓને આમંત્રણ આપવામાં આવેલ જેમાં ગુજરાત સ્કીલ ડેવલોપમેન્ટ મિશન ગાંધીનગરના પ્રતિનિધિ શ્રીમતી પલ્લવીબેન યાદવ, ગુરુકૃપા સેવા ટ્રસ્ટના ફાઉન્ડર- દાદુજી ચાવડા, અમારી સંસ્થાના ખજાનચી શ્રીમતી રમીલાબેન પટેલ હાજરી આપેલી, પલ્લવીબેન યાદવ દ્વારા યુવાનોને ગુજરાત સરકાર દ્વારા ચાલતા વિવિધ સ્કીલ ડેવેલોપમેન્ટ પ્રોગ્રામ માટે પ્રોસાહિત કરવામાં આવ્યા અને રોજગાર લક્ષી તાલીમnનું મહત્વ અને તેના દ્વારા થતા ફાયદા ઉમેદવારોને જણાવ્યા, રોજગાર મેળાનો ઉદ્દેશ્ય વધુમાં વધુ યુવાનોને સંબંધિત ક્ષેત્રમાં રોજગાર મળી રહે, તેઓ પગભર બને અને ઔદ્યોગિક એકમોમાં સ્કીલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામનો વ્યાપ વધે જે થકી એકમોને યોગ્ય ઉમેદવાર મળી રહે. આશરે ૧૦૦ કરતા વધુ ઉમેદવારોએ રોજગાર મેળામાં હાજરી આપી રિબર્થ એજ્યુકેશન રીસર્ચ ફાઉન્ડેશન દ્વારા ગુજરાત સરકારના રોજગારના ઉદ્દેશને સાર્થક કરવા એક ઉદાહરણ રૂપ કામ કરવામાં આવ્યું.

Whatsapp Facebook Twitter